માટે
માટે

1 min

38
સૌ બતાવે માર્ગ લાખો ચાલવા માટે,
માર્ગ સાચો શોધ તું કંડારવા માટે !
વાત કડવી એ કહે છે કાનમાં આવી,
સાથ આવે કોઈ ક્યાં જગથી જવા માટે ?
પ્રેમથી બોલે નહિ એ રુક્ષ માનવ છે,
કારણો છે ક્યાં જરૂરી ચાહવા માટે ?
સેંકડો વિચાર આવીને ઊભે દ્વારે,
શબ્દ ક્યાં આવે ગઝલ શણગારવા માટે ?
કોઈ અટકળ ના કરો મિત્રોની બાબતમાં,
મિત્રતા એ ધર્મ ક્યાં છે પાળવા માટે !
એક સાચો ધર્મ છે તું જાણ માનવતા,
ધર્મ બીજા છે બધા ઝગડાવવા માટે !