STORYMIRROR

'Sagar' Ramolia

Abstract Romance

3  

'Sagar' Ramolia

Abstract Romance

તારો ચહેરો

તારો ચહેરો

1 min
381

બધે ચમકતો થાય તારો ચહેરો,

દિલો ચોરતો જાય તારો ચહેરો,


રહે હાજરીમાં અનેકો યુવાની,

મળે ફૂલ, મલકાય તારો ચહેરો,


વિષય વાતનો એક સૌના મુખે છે,

બધે આજ ચર્ચાય તારો ચહેરો,


ભલેને રહે રોજ ખીલેલ પૂરો,

વસંતે જ પરખાય તારો ચહેરો,


રહી જાય 'સાગર' છતાં એક ખામી,

સૂણી વાત મૂંઝાય તારો ચહેરો.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract