તારો ચહેરો - હઝલ
તારો ચહેરો - હઝલ
લબક-ઝબક કાં થાય તારો ચહેરો ?
ખટાશે ચડી જાય તારો ચહેરો,
પછી એકલા તો રહેવું ગમે નહિ,
મળે માખ મલકાય તારો ચહેરો,
ભરેલા રહે ગંદકીના મહેલો,
બધે આમ ચર્ચાય તારો ચહેરો,
બજારે નથી દામ તેનાં જરાયે,
ગલી-હાટ પરખાય તારો ચહેરો,
પડે જો નજર, થાવ બેભાન 'સાગર',
ચગે વાત, મૂંઝાય તારો ચહેરો.
