Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Abstract Romance Inspirational

3  

Prashant Subhashchandra Salunke

Abstract Romance Inspirational

સ્વતઃને સકારાત્મક થવાની

સ્વતઃને સકારાત્મક થવાની

1 min
145


આપ સ્વયંને પરવાનગી સ્વપ્ન જોવાની, 

કર ઉદ્યમ સ્વતઃને સર્જનાત્મક બનાવાની,


આપ સ્વયંને મંજૂરી યથાયોગ્ય વિદ્યા શીખવાની, 

પછી જો જિંદગી તારી કેવી પ્રેરણાત્મક થવાની,


આપ સ્વયંને ભેટ મુક્ત મને હસવાની,

કર અનુગ્રહ સૃષ્ટિને હકારાત્મક બનાવાની,


આપ દૈવીપ્રેરણા સ્વયંને મદદનો હાથ લંબાવાની,

પછી જો દેવી પણ કેવી તારી સહાયાત્મક બનવાની,


આપ અંતરસ્ફુરણા સ્વયં પર વિશ્વાસ રાખવાની,

કર પ્રયત્ન સ્વત:ને વિકાસાત્મક બનાવવાની, 


આપ સ્વયંને સંમતિ વિચાર વિસ્તૃત રાખવાની,

પછી ક્યાં જરૂર દલીલો મીમાંસાત્મક સાંભળવાની !


આપ અનુમતિ સ્વયંને ખૂબ સ્નેહ કરવાની,

કર આચરણ સ્વતઃને પ્રેમાત્મક બનાવાની,


આપ બહાલી સ્વયંને સદા પ્રસન્ન રહેવાની,

પછી જો જિંદગી તારી કેવી ઉત્સાહત્મક થવાની,


પ્રશાંત, આપ અનુમોદન સ્વતઃને સકારાત્મક થવાની,

પછી જો જિંદગી તારી કેવી આનંદાત્મક બનવાની.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract