સ્વભાવ
સ્વભાવ
પાનખર આવી ને પાન ખરી પડ્યા,
થોડા બાકી રહ્યા એ બધાં પીળાં પડ્યાં,
દુઃખ દેખી એ વૃક્ષનું વસંત દોડી આવી,
વસંતના આગમનથી વૃક્ષો કોરી પડ્યાં,
નવી કૂંપળ ફૂટી ને નવાં પર્ણ ખીલ્યાં,
વૃદ્ધ પર્ણો ખરતાં ખરતાં ભેટી પડ્યાં,
કોઈ આવે તો ઉપજે, કોઈ દુઃખ આપે,
જેના ભગવાને જેવા સ્વભાવ ઘડયા.
