સુંદર સખીની જોડી
સુંદર સખીની જોડી
અમે સુંદર સખીની જોડી રે,
અમે સાથ સાથ તો રહીએ.....
અમે સુખ દુઃખના રે સાથી,
અમે સાથ સાથ તો રહીએ.....
અમે સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી,
અમે સાથ સાથ તો રહીએ...
સખીના સપના મારા છે અને મારા સપના સખીના,
અમે સાથ સાથ તો રહીએ...
જીવનની ઉંચી ઊડાનો ભરીએ,
અમે સાથ સાથ તો રહીએ...
અમે બાળપણની ભેરુડી,
અમે સાથ સાથ તો રહીએ...
અમે તાના રીરીની જોડી,
અમે સાથ સાથ તો રહીએ...
અમને એક બીજા વિના નવ ચાલે,
અમે સાથ સાથ તો રહીએ..
અમે સૂરસંગમની સાથે,
અમે સાથ સાથ તો રહીએ...
જીવન મૃત્યુની સાથે,
અમે સાથ સાથ તો રહીએ...
જીવનના અંતિમ શ્વાસે,
અમે સાથ સાથ તો રહીએ...
અમે સાથે ઊડી જઈએ,
અમે સાથ સાથ તો રહીએ...