સુખનું સરનામું
સુખનું સરનામું
સાગરરૂપી જીવનમાં હાલકડોલક થતી સુખ-દુ:ખની નાવ છે
આપ્યું છે કુદરતે બધું, છતાં કેમ સાલે અભાવ છે ?
સુખ નામનું મૃગજળ દોડાવે છે સહુને આમતેમ
ખોટી જગ્યાની દોડ સર્જે પછી તણાવ છે,
દુ:ખ છે, કારણ કે ‘લાવ લાવ’ સાથે લગાવ છે
અન્ય સાથેની સરખામણી, પાછું ન વળાય એવી વાવ છે,
અન્ય કરતા વધારે સુખી થવાની હોડમાં
જિંદગી લાવે ના જાણે કેટકેટલાય ઘાવ છે,
સુખી રહેવા માટે કેળવવાનો સારો સ્વભાવ છે
બધા સુખી થાય એવો ફેલાવવાનો સદભાવ છે,
સુખનું સરનામું તો હોય છે સહુની ભીતર
‘સુખી છું’, એવો હંમેશા રાખવાનો અંદરથી ભાવ છે.
