સતત
સતત
બીજાનું સારું જોઈ એ બફાય સતત,
પડતાં જોઈને એ મલકાય સતત,
ઈશારો થતાં તો આંખો મીંચીને દોડે,
આડા-અવળા રોજ ભટકાય સતત,
વસવસો એનો રાખીને શું કરવું ?
પંચાતી ટોળીમાં યાદ કરાય સતત,
એની હાજરીમાં બોલતાં રાખવું ધ્યાન,
બીજે જઈ ચમચો બની જાય સતત,
‘સાગર’ ક્યાંય જવામાં રાખે નહિ બાકી,
બલાઓ વચ્ચે એ ફંગોળાય સતત.
