STORYMIRROR

Vijita Panchal

Abstract

3  

Vijita Panchal

Abstract

સ્ત્રીનાં અવનવાં રૂપ

સ્ત્રીનાં અવનવાં રૂપ

1 min
141

નાના ડગલાંથી ઘર મહેકાવતી,

નાજુક નમણી કળી જેવી, 

હસતી રમતી એક પરી.


પરિવારમાં અલગથી એની જગ્યા બનાવતી,

સૌના જીવનમાં મધુરાં સ્મિત જેવી, 

મા બાપની વ્હાલી દીકરી.


ઘરના આંગણેથી છૂટીને,

બીજાનાં ઘરને સ્વર્ગ બનાવવા,

 બને છે એક નવવધૂ... 


 એક હાથમાં પતિનું ટિફિન, 

 બીજા હાથમાં ઘરની જવાબદારી લઈને,

 સંભાળતી એક ગૃહિણી. .


બાળકો પર અપાર પ્રેમ વરસાવી,

ક્યારેય કોઈ આંચ ના આવવા દેતી, 

 એક સ્નેહભરી જનની.. .


 વખત આવ્યે આર્થિક રીતે પગભર થઈ,

 પોતાના સપના ક્યારેક પડતાં મૂકી,

 પોતાનું અસ્તિત્વ બનાવે છે એક નોકરિયાત સ્ત્રી..


 આટઆટલાં રૂપ ધારણ કરી, 

 દરેક જવાબદારી ખડેપગે નિભાવતી, 

 બને છે એક સંપૂર્ણ નારી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract