Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.3  

Bharat Thacker

Abstract Inspirational

સ્ત્રી

સ્ત્રી

1 min
83


બાળકની જન્મદાતા છે સ્ત્રી, સ્ત્રી તો આપણીસૃષ્ટિનો આધાર છે,

કુદરતે આપેલી નજાકત, છતાં પાર પાડી શકે ગમે તેવા પડકાર છે,

 

લોકો ભલે ને એવું કહેતા ફરે કે, સ્ત્રીનું કોઈ ઘર હોતું નથી,

દરેક ઘર સમજે છે પોતાનું, સમર્પણની મૂર્તિ, જતા કરે પોતાના અધિકાર છે,

 

આપણા સહુની જિંદગીમાં, સ્ત્રીનું સ્થાન છે સુમધુર સીતાર જેવું,

સ્ત્રી હોય તો જિંદગી છે સદાબહાર, સ્ત્રી વગરનું ઘર તાર તાર છે,

 

દરેક ઘરમાં સ્ત્રી હોય છે, પુરા પરિવારની મજબૂત ધરી જેવી,

સ્ત્રી જ્યારે પડે છે માંદી તો લાગે એવું, જાણે પૂરો પરિવાર બીમાર છે,

 

સ્ત્રી જિંદગી જીવતી હોય છે, પરિવારની પસંદગી પ્રમાણે,

જે ઘરમાં જીવી શકાય, સ્ત્રી તરીકે ના ભય વગર, એ ઘરમાં સાચા સંસ્કાર છે,

 

જિંદગીના રંગમંચ પર સ્ત્રીને અલગ અલગ પાત્ર ભજવવા માટે હોય છે એક લલકાર,

દરેક પાત્ર ને આપે છે પૂરેપૂરો ન્યાય, સ્ત્રી તો દરેક પાત્રને જીવે આરપાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract