Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.0  

Bharat Thacker

Abstract Inspirational

બુઢાપો જોઈએ કે વરિષ્ઠતા

બુઢાપો જોઈએ કે વરિષ્ઠતા

1 min
95


સમયને કોઈ રોકી શકતું નથી, બધાને વૃદ્ધાવસ્થાનું શોધવાનું સમાધાન છે

આપણે બુઢ્ઢા બનવું છે કે વરિષ્ઠ, આપણે પોતે જ રહેવાનું સાવધાન છે,

 

બુઢ્ઢા લોકો એ છે, જે શોધતા રહેતા હોય છે હંમેશા, કોઈ ને કોઈ નો આધાર

વરિષ્ઠ છે એ લોકો, જે બનીને અન્ય લોકોનો આધાર, પામે સન્માન છે, 

 

બુઢાપો બની રહે બીમારીનું ઘર અને કરાવે હોસ્પિટલના આંટાફેરા

વરિષ્ઠ છે એ લોકો, જે જાળવે છે આરોગ્ય, જાણે કે તરવરાટ ભર્યા યુવાન છે,

 

પોતે કંઈ કરી શક્યા હોય કે નહીં, બુઢ્ઢા લોકોનું અહમ હોય છે આસમાન પર

વરિષ્ઠ છે એ લોકો, જેની પાસે અનુભવ, સદભાવના અને સહનશીલતાનું જ્ઞાન છે,

 

બુઢ્ઢા લોકોના જીવ ચાલે નહીં, ક્યારેય પૈસા વાપરવામાં

વરિષ્ઠ લોકો છે એ, જે પૈસાનો સદુપયોગ કરીને, જિંદગીનું કરે ઉત્થાન છે,

 

જુનવાણી રીત અને જુના જમાનાની, બણગા ફૂંકતી વાતો હોય છે બુઢ્ઢા લોકો પાસે

વરીષ્ઠ લોકો છે એ, જે નવા જમાનાની તાલમાં તાલ મેળવવા શક્તિમાન છે,

 

બુઢ્ઢાપા અને વરિષ્ઠતાના અંતરને સમજી લેજો અંદરથી અને અંતરથી

બુઢ્ઢા લોકો છે જિંદગીનું અપમાન, વરિષ્ઠ લોકો બહુમુલ જિંદગીનું બહુમાન છે, 

 

અંધશ્રદ્ધા અને કટ્ટરતાના દુર્ગુણમાં, રહે છે ગુલતાન બુઢ્ઢા લોકો

વરિષ્ઠ લોકોની જિંદગીમાં, આધ્યાત્મિકતાનું અલૌકિક સ્થાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract