STORYMIRROR

'Sagar' Ramolia

Abstract

4  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૮૮

સરદારનું ગીત - ૮૮

1 min
417

નહેરૂ-સરદાર

કાયમી ધાક તેઓની, નહેરૂને રહેલ રે;

દેહાંત બાદ તેઓના, નિર્ભયતા થયેલ રે,

તેઓની ધાકથી કોઈ, બાકી નો’તા બચેલ રે;

તંત્રી સહિત છાપાંના, ડરતા થૈ’ ગયેલ રે,


પાકિસ્તાને ઘણાં ખૂન, હિંદુઓનાં કરેલ રે;

માલમિલ્કત છોડીને, હિંદુ ભાગી પડેલ રે,

હિજરત કરી આવી, ભારતમાં વસેલ રે;

સરદારે પછી એની, ચેતવણી કરેલ રે,


રક્ષાણ હિંદુઓનું જો, પાકિસ્તાને ન થાય રે;

પોલીસ-પગલું લેતાં, હિંદ નૈ અચકાય રે,

અસર થૈ’ ઘણી એની, પાકિસ્તાન ડઘાય રે,

કરવાને સમાધાની, જલ્દી તૈયાર થાય રે,


નહેરૂએ પછી એની, સમાધાની કરેલ રે;

પાકિસ્તાને જરા એને, ધ્યાનમાં ન ધરેલ રે,

કાશ્મીર બાબતે બંને, રાખતા મતભેદ રે;

ને નહેરૂ યુનો જાય, એનો થયેલ ખેદ રે,


બંનેનાં મનમાં મોટું, દેશહિત રહેલ રે;

સરદાર વિના ને’રૂ, કૈં કરી ન શકેલ રે,

એમના મતભેદોમાં, વધારો થૈ’ ગયેલ રે;

દેશનાં કામમાં તોયે, ઓટ નો’તી થયેલ રે,


ગાંધી મિલન જોવાને, તડપતા રહેલ રે;

આવ્યો વખત એવો ત્યાં, ગાંધી-હત્યા થયેલ રે,

ઈચ્છા અંતિમ જાણીને, બંને ભેટી પડેલ રે;

પૂરક એકબીજા થૈ’, કામને વળગેલ રે,


બંનેમાં સામ્ય માટેની, બે’ક વાત બનેલ રે;

પત્નીનું સુખ બંનેને, ઘણું ઓછું મળેલ રે,

એકલતા કરી પૂરી, દેશને કુરબાન રે;

સ્વરાજયજ્ઞમાં હોમી, કાર્યો કર્યાં મહાન રે,

**

બંનેની દીકરીઓએ, દેશસેવા કરી ઘણી;

કહે અતૂટ સંબંધે, રહે તાકાત આપણી.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract