Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Abstract

4.9  

'Sagar' Ramolia

Abstract

સરદારનું ગીત - ૬

સરદારનું ગીત - ૬

1 min
559


વકીલાત (ઈ,સ, ૧૯૦૦ થી ૧૯૦ર)

થયા વલ્લભમાંથી એ, વલ્લભભૈ વકીલ રે;

પહોંચ્યા ગોધરા જલ્દી, જરા કરી ન ઢીલ રે,

મોટા વકીલ બોલાવે, તેઓને નડિયાદ રે;

ભાઈ વિઠ્ઠલ તેઓને, દે બોરસદ સાદ રે,


લાગવગ ન ઈચ્છે કે, ઈચ્છે ન ઓળખાણ રે;

દરિયો છે વકીલાતી, જાતે હાંકે વહાણ રે,

વાતને રાખવી માન્ય, જે કહે મનરામ રે;

તેથી તેણે કરી લીધો, ગોધરામાં મુકામ રે,


ખીલે નૈ પર છાંયામાં, શક્તિ પૂરબહાર રે;

જવું આગળ જાતે જ, એવો એનો વિચાર રે,

ગોધરામાં ગયા ત્યારે, પરિસ્થિતિ ગરીબ રે;

તોયે આગળ વધ્યા છે, સાથે હતું નસીબ રે,


વાસણ કાજ ફંફોસે, ગુજરી નડિયાદ રે;

સસ્તી વસ્તુ ખરીદે છે, કશી ન ફરિયાદ રે,

ધીમે ધીમે વસાવ્યાં છે, સુંદર ઘરબાર રે;

છે સુંદર ભલે સાદો, ઘરનો શણગાર રે,


વસાવી ઘર લેવાયું, કામમાં ધ્યાન ખૂબ રે;

ખંત રાખી કરે કામ, આવે કદી’ ન ઊબ રે,

ગોધરામાં રહેતા’તા, કિસ્સો એક બનેલ રે;

પ્લેગે મૂકી હતી માઝા, ગાંડોતૂર થયેલ રે,


પુત્ર નાજરનો જેને, પ્લેગે બાથ ભરેલ રે;

ત્યારે વલ્લભભાઈએ, ખૂબ સેવા કરેલ રે,

બચ્યો ન દીકરો તોયે, ન ફળી સારવાર રે;

તેને મસાણે પોં'ચાડયો, મૂંઝાયા પળવાર રે,


આવીને ઘેર જોયું તો, ગાંઠ છે નીકળેલ રે;

પ્લેગમાં પટકાયા છે, છતાંયે ન ડરેલ રે,

કરમસદ પત્ની ગ્યાં, પોતે ગ્યા નડિયાદ રે;

સાજા થયા રહીને ત્યાં, સૌએ દીધેલ દાદ રે,

**

બે વર્ષ ગોધરામાં રૈ, બોરસદ ગયા હવે;

બોરસદ જઈને તો, કુશળતા જ દાખવે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Abstract