STORYMIRROR

Pranav Kava

Abstract Fantasy Inspirational

3  

Pranav Kava

Abstract Fantasy Inspirational

સપ્તરંગ

સપ્તરંગ

1 min
198

વર્ષાઋતુની મજાથી ગગનમાં સર્જાયો સપ્તરંગ,

માનવતાની મીઠાશમાંથી નિત્ય મહેકતો સપ્તરંગ,


સંઘર્ષથી સફળતા તરફનો માર્ગ આ સપ્તરંગ,

બાળકના ખિલખિલાટથી ગુંજતો આ સપ્તરંગ,


માતાની મમતામાંથી પ્રેમની હૂંફ આપતો સપ્તરંગ,

ભાઈચારાના સંબંધોમાં બંધુત્વનો આ સપ્તરંગ,


આદેશનું પાલન કરવાનો નિયમોનો આ સપ્તરંગ,

સુખદુઃખના સરવાળામાં ઉલ્લાસનો આ સપ્તરંગ,


લાગણીઓના ટાંકણે ઘડાતો માણસાઈનો સપ્તરંગ,

'પ્રણવની કલમે' લખાતો શબ્દોનો આ સપ્તરંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract