STORYMIRROR

Dina Chhelavda

Abstract Inspirational

3  

Dina Chhelavda

Abstract Inspirational

સોહામણી સવાર

સોહામણી સવાર

1 min
224

આંખ મારી ખોલું ને નજર તારા પર પ્રભુ જાય

પ્રભુ, ઈચ્છા મારી એવી મારી બધી સવાર આવી જાય,


આભની અટારીએ પ્રકાશપુંજ ઝળહળતો

અવનીને આંગણિયે જોને આવીયો રૂમઝૂમતો

નયનોમાં નર્તનને ઉરમાં ઉમંગ ઉછળતો

અંતરની ક્યારીએ જાણે મોગરો મહેકતો,


પ્રભુ, ઉષાના સાનિધ્યમાં રોજ ઝાંખી તમારી થાય રે

પ્રભુ, ઈચ્છા મારી એવી મારી બધી સવાર આવી થાય,


પરોઢની ઉધડતી ખીલતી આ કેસરી પાંપણમાં

સોનેરી કિરણોમાં ચમકતા આ ઝાકળના તોરણમાં

શતશત ગિરીશૃંગેથી વહેતા ઝરણાના ગુંજારવમાં

વિહંગમાં વિહરતા પંખીઓના સંગીતમય કલરવમાં


પ્રભુ, મને તો રોજ બધે જ તારા જ દર્શન થાય રે

પ્રભુ, ઈચ્છા મારી એવી મારી બધી સવાર આવી થાય,


અખિલ બ્રહ્માંડમાં ગુંજતા નાદના રણકારમાં

વનવનમાં વદન હસવતી સરીતાના લયકારમાં

વસંતમાં ખીલતા રંગીન ફૂલોના વિલાસમાં

મેઘધનુષી મોરપિચ્છના સપ્તરંગી ઉજાસમાં,


પ્રભુ, મને તો બધે જ તારા હોવાની અનુભૂતિ થાય રે

પ્રભુ, ઈચ્છા મારી એવી મારી બધી સવાર આવી થાય.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract