સંધ્યા
સંધ્યા




સંધ્યા આથમી
લાલ આકાશ તળે
ઘોર અંધારું
સંધ્યાની છટા
ક્ષિતિજે લાલી હોય
સુંદર લાગે
તારું સિંદૂર
સંધ્યાની આબેહૂબ
પ્રતિકૃતિ છે
રાધાકહાન
રાસલીલામાં લીન
સંધ્યા સમયે
સંધ્યા સમયે
તારી યાદ સતાવે
અનરાધાર
સંધ્યાં સમયે
સૂરજ ક્ષિતિજે જો
સુંદર દીસે
સંધ્યા સમયે
પંખીની ઉડાન જો
માળા તરફ
સુંદર સંધ્યા
કવિની કવિતા જો
મનભાવન
સંધ્યા સમયે
તારા આગમનની
પ્રતીક્ષા કરું
સંધ્યા કહું જો
તને ...તું શરમાઈ
ગુલાબી ગાલ.