સમયનું વહેણ
સમયનું વહેણ
નહીં સૂકાય, નહીં ભીંજાય,
સમયનું વહેણ વહેતુજ રહેશે,
રોક્યું કોઈ દિ નહીં રોકાય,
સમયનું વહેણ વહેતું જ રહેશે,
નહીં જુએ યુવાની કે ઘડપણ,
સમયનું વહેણ વહેતું જ રહેશે,
ભલે હોય અમીર કે ગરીબ,
સમયનું વહેણ રોક્યું નહીં રોકાય,
સુખ આવે કે ભલે દુઃખ પડે,
સમયનું વહેણ કદી નહીં હરખાય,
ભલે ને સૂરજ ઊગે કે આથમે,
સમયનું વહેણ કદી નહીં રોકાય,
ભલે ને સામે આવે દાનવ કે દેવતા,
આતો વહેણ છે સમયનું કદી નહીં રોકાય,
સમય અવિરત વહેતું વહેણ છે,
ભલે ને કાળ બદલાય, પણ નહીં જ રોકાય !