STORYMIRROR

Umesh Tamse

Children Classics

4.9  

Umesh Tamse

Children Classics

સમજણ હતી

સમજણ હતી

1 min
2.7K


આ હૃદયની માત્ર એક અડચણ હતી,

બસ મગજની સાથે અથડામણ હતી.


જાતને ક્યાં જાણવાની ક્ષણ હતી,

જિંદગીમાં એટલે અડચણ હતી.


કોની સાથે કેવી રીતે વર્તવું?

એટલી તો ભીતરે સમજણ હતી.


એકલી ખૂશી હૃદયમાં ક્યાં હતી?

મારી સંગાથે ઉદાસી પણ હતી.


ગિલ્લીદંડા ને લખોટીની રમત,

બાળપણની એ મનોહર ક્ષણ હતી.



Rate this content
Log in

Similar gujarati poem from Children