સ્મિતનું ગીત
સ્મિતનું ગીત


સમજી શકો તો સ્મિત પણ જિંદગીનો એક પંડિત છે,
સ્મિતને અપનાવી લ્યો દિલથી, સ્મિત જિંદગીનું ગીત છે,
સ્મિત સાથે જ્યારે આપણે પ્રવેશીએ છીએ ઘરમાં
સમગ્ર પરિવારમાં ખુશહાલ માહોલ નિશ્ચિત છે,
ડોક્ટર જ્યારે કરે છે, દર્દીની સેવા સ્મિત સાથે
રાહત મળે છે, દર્દીને, જે દર્દથી પીડિત છે,
>
જ્યારે ઘરની ગૃહિણી ગૃહકાર્ય કરે છે, સ્મિત સાથે
ઘરના દરેક સદસ્ય રહે પુલકીત છે,
આમ જુઓ તો જિંદગીમાં સ્મિત છે, એક પડઘા જેવું
આપણે કરીએ સ્મિત તો સામેથી સ્મિત પડઘાવું ગર્ભિત છે,
ખીલેલા ફૂલ અને સ્મિતભર્યું મુખ ગમે છે, બધાને
સ્મિત ભર્યું મુખ, ચિત્તને કરી શકે ચીત છે.