સજામાં જ મજા
સજામાં જ મજા
ભારે પડયા નખરાં અમે ન હોવાનાં,
ખુદમાં છુપેલ ચહેરા એજ રહેવાના.
બંધ કવરે કથની છુપી કાગળમાં,
સત્ય જેવા છીએ તેવા ન હોવાનાં.
લેખે કાગળ લખાણે કોરા ન મુલવાના,
દ્મ્ભી ચહેરે દેખાવ અલગ હોવાના.
અંધારે હીરા કોઇ છુપા ન રહેવાના,
સ્વયમ તેજે હીરા પ્રકાશિત હોવાના.
સજા સાચી હકીકતથી દુર જવામાં,
નકલે અકલ વણ મોતે મોત હોવાના.
મજા સહી ડન્ખ દર્દને ભોગ્વી જવામાં,
મજા છે સાચી સજા ભોગવી જવામાં.
