સીધી વાત – સંબંધોની વિસાત
સીધી વાત – સંબંધોની વિસાત
જાતજાતના હોય છે સંબંધો અને હોય છે ભાત ભાતની વાત
‘તંદુરસ્ત સંબંધો’ માટે કેળવવી પડે છે હંમેશા ‘સીધી વાત’,
આવતી કાલના સપનાઓ બતાવીને, બનાવતા હોય છે ‘મામા’
‘સીધી વાત’માં હોય છે આપણી સાચી કિંમતની રજૂઆત,
અલગ અલગ તબક્કાઓના નામે, બતાવે છે ‘આંબલી-પીપળી’
પ્રતિબધ્ધતા થાય પ્રતીત, બની રહે ‘સીધી વાત’ની તાકાત,
ફીલોસોફી ઝાડીને, કરતા હોય છે પોતાનો ઉલ્લુ સીધો
‘સીધી વાત’ માં હોય છે પરવાહ અને જજબાત,
પ્રતિબધ્ધતા, પારદર્શિતા, પ્રામાણિકતા અને મૂલ્યનિષ્ઠાને કરો આત્મસાત
આત્મસાત વારી આ ‘સીધી વાત’, સંબંધોમાં બનાવે છે આપણી વિસાત.
