શિશિર
શિશિર


પીળા લહેરાતા ફૂલ ને રવિ પાક શિશિર આવી,
લઈને વિદાય ગુલાબી ઠંડી પાનખર વિતાવી,
થયા થરથરતા ઠંડી મહીં મનખો પ્રાણી માત્ર,
તાપ્યા અંગ આરોગી અન્ન પક્વાન ઉને પાત્ર,
ઉતારી પર્ણને નિર્ધન બન્યા તરુવર પાનખરે,
રહી આશા અનંત આવશે કાલ વસંત આખરે,
શીત કાળે ઉજવ્યા ઉત્સવ સંક્રાંતિ, શિવરાત્રી,
શિશિરે ધરી ભેટ શિયાળે વળી દઈ લંબ રાત્રી,
પીળા લહેરાતા ફૂલ ને રવિ પાક શિશિર આવી,
વસાણાં શ્રમ ચિંતન બક્ષે દીર્ઘ આયુષ્ય ચાવી.