STORYMIRROR

Kalpesh Vyas

Comedy Drama

4.8  

Kalpesh Vyas

Comedy Drama

શાકબજાર થઈને

શાકબજાર થઈને

1 min
10.7K


એક Kalpनिक વિચાર છે

અનુભવ નથી,

કાલે ઓફીસથી ઘરે વહેલો ગયો હતો,

એટલે શાકબજાર થઈને ગયો હતો,

એણે મંગાવ્યા હતા ટીંડોળા,

પણ હું પરવળ લઈને ગયો હતો,

આદુંને બદલે હળદર લઈને ગયો હતો,

કોથમીરને બદલે ફુદીનો લઈને ગયો હતો,

શાકબજાર થઈને ઘરે ગયો હતો,


એણે મંગાવેલી કાકડી

હું દૂધી લઈને ગયો હતો,

રતાળાને બદલે શક્કરિયા લઈને ગયો હતો,

મીઠા લીમડાને બદલે કડવો લીમડો લઈને ગયો હતો,

શાકબજાર થઈને ઘરે ગયો હતો,


એણે મંગાવ્યું તો હતું ચીઝ જ

પણ હું પનીર લઈને ગયો હતો,

એણે મંગાવેલું હતું તો બટર ને

પણ હું જીરા બટર લઈને ગયો હતો,

શાકબજાર થઈને ઘરે ગયો હતો,


પરવળનું શાક હું એકલો ખાતો રહ્યો,

ટકોર છેલ્લા કોળીયા સુધી સાંભળતો રહ્યો,

બિચારું પનીર ફ્રીજમાં જ મુકાઈ ગયું,

અને બર્ગર ચીઝ બટર વગર જ ખવાઈ ગયું,

શાકબજાર થઈને ઘરે ગયો હતો,


બીજા દીવસે મેં ફોન કરીને પુછ્યું,

"આજે બજારથી કંઈ લાવવાનું છે?"

વળતો જવાબ મળ્યો,

"આજે તો તમારે કંઈ લીધા વગર જ આવવાનુ છે."

એટલે ઘરે શાકબજાર થઈને ગયો નહોતો.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy