સાચવી લેજો
સાચવી લેજો
આમ જ હસતા રમતા શીખતા જઈશું
પણ કયાંક અટકીએ તો તમે સાચવી લેજો...
આમ તો જાળવીશું માન સદા સૌનું
પણ ક્યાંય ચૂકી જઈએ તો સાચવી લેજો...
ઓડિઈ નાં ઈકવેશન સોલ્વ કરી લઈશું
પણ જિંદગી નાં સમીકરણ તમે સાચવી લેજો...
શીખી લઈશું ટોપોલોજીને જુદી જ રીતે જોવાનું,
પણ કદાચ NBHDમાં ખોવાઈએ તો સાચવી લેજો...
ચાલી તો નીકળ્યા છીએ તમારી સાથે અનંત સુધી,
પણ ક્યાંક વિખૂટા પડીએ તો તમે સાચવી લેજો...
મેઝર થિયરીમાં તો ઊંડા ઊતરીશું જ
પણ સંબંધોમાં છીછરા રહીએ તો સાચવી લેજો...
પ્રોબ્લેમ નાં તો મોડેલ બનાવીશું અમે
પણ હસતાં ચહેરા મુરઝાય તો તમે સાચવી લેજો...
આમ તો અમે કાંઈ ભૂલકા નથી અહીં
પણ તો ય ભૂલા પડીએ તો તમે સાચવી લેજો...
અનુભવી છો તમે બધા એટલે કહે છે 'કોમલ'
ક્યાંય અનુમાન મારા ખોટા પડે તો સાચવી લેજો.
