રંગ- હાઈકુ, પિરામિડ
રંગ- હાઈકુ, પિરામિડ
જો બદલાયો
રંગ આ નેતાઓનો
ચૂંટણી આવી.
સફેદ રંગ
કેવો શાંતિ - પ્રતીક
છતાં અશાંત.
કદાચ હશે
નોખો રંગ લોહીનો
એથી જ યુદ્ધ !
એ
કેવો
રંગ છે
શહાદત
શૌર્ય, વીરતા
અને માભોમની
રક્ષાનો કે સહુને
એ જાત -પાત, ધર્મ કે
ઊંચ -નીચના ભેદભાવ
વગર ખૂબ વ્હાલો લાગે છે.
