STORYMIRROR

Rekha Shukla

Abstract

1  

Rekha Shukla

Abstract

રમકડાં

રમકડાં

1 min
39

નટખટ ગટુડો રમતો ગાય, રમકડાં જોઈ હરખાતો જાય

એક અદેખું ઊંટિયું જોઈ, ચાલાક સસલું હસતું જાય !


રિસામણાં રમકડાં વચ્ચે થાય, હાથીભાઈ પૂંછ મારી જાય

બગલો સાપ ને નોળિયો જોઈ, ઉંદરડી કોને પરણી જાય !


ઢીશુમ ઢીશુમ કરે બંગડીવાળો વાઘ, હરણું સંતાઈ જાય

બીકણ સસલી સાસરે જાય, ચકી નો ચરખો ફરતો જાય ! 


કામચોર ગધેડો ચરતો જાય, પતંગિયા પરપોટા થઈ જાય

બહાદુર ખિસકોલી લાલ ટોપીમાં, ખબર બસ પૂછતી જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract