રક્ષાબંધન
રક્ષાબંધન
નથી હું આજે નવી કંઈ વાત કહેતો,
નથી કોઈ આજે શબ્દોનાં સૂર પુરીશ,
આજે તહેવાર છે શ્રાવણ સુદ પુનમનો,
રક્ષાબંધનનું પર્વ છે આજે,
કંકુના તિલકથી આજે કપાળ મારું શોભે છે.
તારી આ સ્નેહરૂપી રાખડીથી,
શોભે છે હાથ મારો ઓ બહેના,
રક્ષાનું વચન આપું છે ઓ બહેના,
લખી છે મારા શબ્દોથી આ રચના,
ભેટ સ્વરુપે આપું છું તને આ કવિતા ઓ બહેના.