રક્ષા કવચ
રક્ષા કવચ
એક અનોખું બંધન એવું,
સ્નેહના તાંતણે બંધાય તેવું,
નિઃસ્વાર્થ સ્નેહની લ્હાણી કરતું,
સંબંધોની ગરિમા સાચવતું,
વિમલ હૈયાના હિંડોળે ઝૂલતું,
ભાઈબહેનની મહત્તા સમજાવતું,
સૂતરનાં સાત તાંતણે બનતું,
બહેનના આશિષથી શુકનવંતુ,
ભાલે કુમકુમ તિલક શોભતું
બે'નીના રક્તભીનાં વિશ્વાસનું,
વીરાના હાથે તે રક્ષા કરતું,
બે'નીના સ્નેહ તણું રક્ષા કવચ.
