પત્રમ
પત્રમ
પત્ર લેખન કે પત્ર કળાનો પોતાનો એક ઈતિહાસ છે,
સોશ્યલ મિડીયાના જમાનામાં થયો તેનો રકાસ છે,
સમયના વહેણમાં ભલે ને લુપ્ત થતું જાય છે, પત્ર લેખન
પણ પત્ર લેખનની કળાનો પમરાટ હજી આસપાસ છે,
પત્ર લેખનમાં પ્રતીત થતું રહે છે, સોનેરી સામીપ્ય
પત્ર લેખનમાં ફેલાય સંબંધોનો અજવાસ છે,
પત્ર લેખન મદદ કરે છે, ભાવનાઓ જોડાણ ને મજબૂત કરવામાં
પત્ર લેખન જાણે પ્રેમનો પનપતો એખલાસ છે,
ક્યારેક કાવ્ય જેવું, ક્યારેક ગઝલ જેવું તો ક્યારેક જાણે નવલિકા
પત્ર લેખન, સાહિત્યનો જાણે ચાલતો ફરતો અહેસાસ છે,
પત્ર લેખનની અંદર પણ જો વાત હોય પ્રેમ પત્રની
પત્રની અંદર, ચોરાવેલ ચૂમી જેવી મીઠાશ છે.
