STORYMIRROR

Bhavna Bhatt

Children Classics

2  

Bhavna Bhatt

Children Classics

પતંગ

પતંગ

1 min
800




વરસો જૂના રિવાજોની મેં વારતા લખી છે,

કલશોરથી ઉડતી આકાશમા પતંગની વારતા લખી છે.


આખ્ખાય આકાશને આજેય હચમચાવે,

એવા ઉત્તરાણ દિવસની મેં વારતા લખી છે.


ક્યારેક ક્યાંક કપાઈ છે અને કયાંક કાપી છે,

ક્યારેક પતંગ લૂટયાના રસની મેં વારતા લખી છે.


આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગ છે પણ,

એક મારા પતંગની મેં વારતા લખી છે.


આવા સ્મરણના આછા આ તેજના સહારે,

તારે મઢ્યા ભાવના પતંગની મેં વારતા લખી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children