પ્રકાશ
પ્રકાશ


શ્વાસ તો ભગવાન આપી જ દે છે,
પણ તેમા જીવન આપણે ઉમેરવું પડે છે.
અંતરથી ભલે ને ખંડેર થઇ વેરાઈ ગયા હોઈએ,
પણ આવરણ આનંદનું ચઢાવતા રહેવું પડે છે...
ખુશી હોય કે ભલે હોય વેદના,
સ્મિતના વહેણમાં વહેવું પડે છે..
આત્મવિશ્વાસનું ફાનસ લઈ
ખમીરનું દિવેલ પુરતા રહેવું પડે છે ..
સારું છે ભગવાને દિલ નામની વસ્તુ આપી છે,
કારણ કે કેટલાક ખજાનાઓ દુનિયાથી છૂપાવવા પડે છે.
ઉજાસ કરવા સૂરજ તો રોજ આવશે,
પણ જીવનમાં પ્રકાશ ખુદના કર્મોનો પડે છે..
એટલે જ હોય ઘણા અંધારા ચોમેર જીવનમાં
ખુદ જ દિપક બની ખુદનો પ્રકાશ પાડવો પડે છે.