STORYMIRROR

Nilam Jadav

Children

4  

Nilam Jadav

Children

પેલો નટખટ કાનુડો જશોદાનો લાલ

પેલો નટખટ કાનુડો જશોદાનો લાલ

1 min
613

તેના કાને કુંડળ રૂપાળાં,

ને બાજુબંધે મોગરાની માળા.

પેલો નટખટ...


તેના દેહે પીળાં પીતાંબર,

ને એ તો છે વાંસળીવાળો કુંવર.

પેલો નટખટ...


તેના માથે મોરપીંછ સોહાય,

ને એ તો સોનાનાં પારણિયે ઝૂલાય.

પેલો નટખટ...


તેનો વાન છે કાળો-કાળો,

ને એ તો છેલછબીલો છોગાળો.

પેલો નટખટ...


મટકી ફોડી માખણ ખાતો,

ને એ તો વનમાં રાસ રચાવતો.

પેલો નટખટ...


ગોકુળમાં છે સૌને પ્યારો,

ને એ તો છે નંદનો દુલારો.

પેલો નટખટ...


Rate this content
Log in

Similar gujarati poem from Children