ઓશિકું
ઓશિકું
છૂપાઈ છૂપાઈને રોવા માટેનું ખાનગી આશ્રયસ્થાન છે
ઓશિકું સર્વે માટે જીવનભરનું વરદાન છે,
માતાનો ખોળો સાથે ના પણ હોય જિંદગીભર
ઓશિકું મા ના ખોળાનું મમતાભર્યું અનુસંધાન છે,
જીવનમાં બે જગ્યાએ આપણે કરીએ છીએ આપણું માથું હવાલે
એક તો નાઈ ને અને બીજા ઓશિકાને મળ્યું આ બહુમાન છે,
સહુના થાક ને ઉતારવાની લીધી છે જવાબદારી એમણે
ગાદલા ને ઓશિકાની જોડી મસ્ત મસ્તાન છે,
ઓશિકું હોય છે સહુનું અંગત, ઓશિકું આપી શકે છે રંગત
ઓશિકાથી મારામારીની છે મજા તો ક્યારેક આલિંગન માટેનું સમાધાન છે,
કોઈક ઓશિકું કહે છે કોઈક એને કહે છે તકિયો
‘સૌરભ’ તકિયા કલામ, મારી કલમનું કમાલનું સ્વાભિમાન છે.
