ઓહ ચંચુપાત
ઓહ ચંચુપાત
અલીબેન, ટલીબેન કરે ચંચુપાત,
નવરા બેઠા એક જ કામ ચંચુપાત,
ઓહ ચંચુપાત થકી હોશિયારી મારે,
આવડત કશી નહીં ને ફાંકો મોટો મારે,
આ આવીને તે તેવી એ જ ચર્ચા,
ચંચુપાત કરીને એક જ કામ ચર્ચા,
અલીબેન, ટલીબેન કરે ચંચુપાત,
ઈર્ષા થકી ખોટી કરે ચંચુપાત,
ભાવના કોણ સમજાવે અહીં,
નવરા બેઠા ખોદણી કરે અહીં,
સારું કોઈનું જોઈ શકાય નહીં ને,
ચંચુપાત વિના ભોજન લેવાય નહીં ને !
