મુલાકાત મુલાકાત
મુલાકાત મુલાકાત
અચાનક એની મુલાકાત થાય
બડબડાટ બહુ થતી જાય,
કાશ આ લપ છૂટે તો સારું !
એવું દર મુલાકાતે થાય,
કેટલાક હોય લપલપિયા
તો કેટલાક હોય ચીકણાં,
છાલ ના છોડે પોતાની વાતોની
આપણું ના સમજતા જાય,
એવી મુલાકાત પણ કેવી કહેવાય ?
મુલાકાતથી દૂર ભગાય !
હસવાનો અભિનય કરે
પણ આપણું મગજ દુઃખી થઈ જાય,
કાશ આ લપ છૂટે તો સારું !
એવું મુલાકાત મુલાકાતે થાય.