બોલ બોલ કાવ્યમાં
બોલ બોલ કાવ્યમાં
પતિ:- જો આજે તો કાવ્ય ગીતમાં જ વાત કરવાની છે.
પત્ની:- પણ આજે શું છે કે કાવ્ય ગીતમાં બોલવાનું છે ?
પતિ:-એ પછી કહું.. હવેથી એક કલાક કવિતામાં હોં કે..
પત્ની:- પૂછું તમને એક સવાલ આપો એનો સાચો જવાબ !
પતિ:-પૂછવામાં કંઈ બાકી નથી, તહેવાર છે ને રૂપિયા નથી !
પત્ની:-દર વખતે બહાના બતાવો, પાકિટના રૂપિયા બતાવો.
પતિ:- પાકિટ મારૂં ફાટી ગયું, રૂપિયા જોઈને રડી પડ્યું.
પત્ની:- કાલે તિજોરી ફેંદી હતી, પાંચસોની વીસ નોટ દીઠી હતી.
પતિ:- ઓહ્..ચેક કરે છે રૂપિયા કેટલા ? દિવાળી કરવા જોઈએ આપણે એટલા !
પત્ની:-સારુ સારું..અમથી મજાક કરતી, સચ્ચાઈ તમારી જાણતી હતી.
તિજોરી ફેંદવાની આદત નથી, તમે સાચું બોલશો એ જાણતી હતી.

