STORYMIRROR

Prahladbhai Prajapati

Tragedy Comedy

3  

Prahladbhai Prajapati

Tragedy Comedy

લોલીપોપની લ્હાણી

લોલીપોપની લ્હાણી

1 min
12.8K


મગર આંસુએ સૂકી આંખે નેતાજી બેફામ રડે છે      

બપોરી ઉનાળે નગરમાં ચુનાવી મોસમ જામી છે      

 

ગરીબી ગીતે આક્ષેપો પ્રતિ આક્ષેપો ચડે ઉતરે         

ખુરસીની રેસમાં, વચનો વેચવાની હોડ જામી છે      

 

તક સાધુઓની મેલી રમતે ઘર ગલીએ ભુવા ધૂણે      

દેવસ્થાને દેવ દેવીએ પૂજાની હેલી જામી છે            

 

વાહ મુંગાને બોલવાની રતાંધળાને જોવાની છે        

દ્રષ્ટિ મળી ચૂંટણી પારકા પગે દોડની રેસ લાવી છે     

 

કાંઠા કબાડે પાવરધાની ખુલી મોસમ ગોરખ ધંધે      

ચૂંટણી ચકરાવે જનતા ચૂસે છે લોલીપોપની લ્હાણી


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy