હાસ્ય કવિતા
હાસ્ય કવિતા
જાડી પત્ની પરણી લાવ્યા હા-જી-હા- હા -જી-હા.
છેતરાયા કે પરણીને ફાવ્યા હા-જી-હા-હા-જી-હા.
ફળીના લોક જોવા આવ્યા હા-જી-હા-હા -જી-હા.
હસતા હસતા એ સિધાવ્યા હા-જી-હા- હા-જી-હા.
પછી દરવાજા મોટા કરાવ્યા હા-જી-હા-હા-જી-હા.
દરજીને ભાઈસા'બ મનાવ્યા હા- જી- હા- હા-જી-હા.
સૂકલકડી સાથે ફોટા પડાવ્યા હા-જી-હા-હા-જી-હા.
ગાડીમાં તો માંડમાંડ સમાવ્યા હા-જી-હા-હા-જી-હા.
તડકામાં તો મોટામોટા પડછાયા હા-જી-હા-હા-જી-હા.
જોઈ લો સાડાપાંચ મણ કાયા હા- જી - હા- હા-જી-હા.
