વિનોદી.
વિનોદી.


માનવમાત્રને ગમે છે સ્વભાવ વિનોદી,
માનવમાત્રને ગમે છે હાવભાવ વિનોદી.
ગાંભીર્ય ચહેરાનું ગમગીની આવકારતું,
માનવમાત્રને ગમે છે પ્રભાવ વિનોદી.
તંગદિલીને નિવારનારું એ પરિબળ છે,
માનવમાત્રને ગમે છે લગાવ વિનોદી.
"હસે તેનું ઘર વસે" એ લાગુ પડનારું છે,
માનવમાત્રને ગમે છે વર્તાવ વિનોદી.
વિનોદ, મજાક મર્યાદાસભર હોવાં જરુરી,
માનવમાત્રને ગમે છે છંટકાવ વિનોદી.