Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rohit Prajapati

Comedy

5.0  

Rohit Prajapati

Comedy

આ શું માંડ્યું છે..!?

આ શું માંડ્યું છે..!?

1 min
444


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

સુડોળ દેહે ઓય હોય શું લાગતી,

નોકરો રાખી ૨૪ કેરેટ ગોલ્ડમાંથી,

દેહને તો જો પિત્તળ કરી નાખ્યું છે.


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

તું એમને એમ લાગે અપ્સરા જેવી,

તોય આ શું રોજ રોજ નવા ડ્રેસ.!

વધતી ઉમરમાં શું વળગણ લાગ્યું છે.


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

તારા સૌંદર્યથી ઝગમગતું વિશ્વ,

તોય બ્યુટી પાર્લરના ચક્કર ચાલું,

આવું તો શું ગાંડપણ લાગ્યું છે.


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

તારા હાથોમાં મળતો અનેરો સ્વાદ,

ને આ તું સ્વીગીના મોહમાં પડી,

એનું આવું ઘેલું તને કેમ લાગ્યું છે.


ઓયે...આમ સિરિયસ ના થા....


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

આ તો હતી થોડી મજાક મસ્તી,

તું જાણે છે ને મારી આવી જ હસ્તી,

દૂર રાખ વેલણ એણે લોહી ચાખ્યું છે.


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

સાચેજ માની મેં તને સિંહણ,

જોને મારું બકરી જેવું મોં રાખ્યું,

કોઈને નહીં કહું આ ક્યાં વાગ્યું છે.


અલી ઓયે આ શું માંડ્યું છે..!?

બે હાથ ને ત્રીજું આ માથું,

સ્વીકારું છું બધી ભૂલ મારી જ છે,

દયા ભાવ જેવું તેં કઈ રાખ્યું છે.!?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy