માણસ
માણસ
કાગડાની જેમ જાગશે માણસ,
કુંભકર્ણ જેવું ઊંઘશે માણસ,
દોરની શી જરૂર, પૂંછડું બાંધો,
પતંગની જેમ ઊડશે માણસ,
કાચા રંગ જેવો સ્વભાવ છે એનો,
દરેક જગ્યાએ ચોંટશે માણસ,
વગર પાંખે ઊડવા મથે ઊંચે,
ગોદડાં ઓઢીને રડશે માણસ,
બલા બોલી ‘સાગર’ ખાડો ખોદાશે,
આંધળો બનીને પડશે માણસ.
