STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

બલા અને

બલા અને

1 min
639

આમ તો મારે કોઈ રકજક નથી બલા,

હાથીની છો બેન એ કોઈ શક નથી બલા,


તું કરે છે હેરાન મને, હું કરું મનને,

તારા-મારામાં જરાય ફરક નથી બલા,


બોલતાં તું તકલીફ ન લે શ્વાસ લેવાની,

તોયે તું કહે તારી બકબક નથી બલા,


ગરોળી-વંદાને જોઈને તું મૂકતી દોટ,

મને જોઈ વધતી ધકધક નથી બલા ?


‘સાગર’ પાવડર-ક્રિમના થર છે માર્યા,

છતાં ગુલાબી મુખડે ચમક નથી બલા.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy