STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

બધે નડે

બધે નડે

1 min
584

કરમ-બુંધિયાર બધે આડા નડે,

ભેંસને દોહવા જતાં પાડા નડે,


બાયલા પણ આગળ વધવા મથે,

રસ્તા ઉપર પડેલા ખાડા નડે,


દારૂડિયાને એમ ખૂબ પીને ઊડું,

ને સરકારી નિયમોના વાડા નડે,


દુર્બળને શાંતિથી જીવવાનો શોખ,

ગુંડા પહેલવાનના અખાડા નડે,


‘સાગર’ને નીકળવું છે સારા કામે,

વચ્ચે રોજ બલા જેવા બિલાડા નડે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati poem from Comedy