STORYMIRROR

jignasa joshi

Comedy Others

4  

jignasa joshi

Comedy Others

ફાફડાની મોજ

ફાફડાની મોજ

1 min
212

આવ્યો મગન દોડતો દોડતો, ખોલી દુકાન એણે,

ચોકીમાં કર્યો લોટનો ઢગલો, નાંખ્યું મીઠું એણે,


મુઠ્ઠી ભરી સોડા નાંખ્યો, ભભરાવ્યો અજમો એણે,

ગરમ ગરમ તેલ નાંખીને, મહમહાવ્યો એણે,


પાણી રેડી ભેગો કર્યો, કણક બાંધ્યો એણે,

લીધો પાટલો મોટો ને, ગુલ્લુ લીધું એણે,


લાંબો લહ હાથ કરીને, ફાફડો વણ્યો એણે,

ફટાક કરતો છરીથી ઉખેડ્યો, તેલમાં નાંખ્યો એણે,


ફળફળ કરતો ફૂલ્યો ફાફડો, ઝારાથી કાઢ્યો એણે

આવ્યો છગન સુગંધ લઈને, ઓર્ડર દીધો એણે,


બસો કરજે પાંચસો પાર્સલ, સાથે ચટણી દેજે,

સંભારો ને મરચાં પણ, સાથે જ મૂકી દેજે,


ગરમા ગરમ જલેબી પણ પાંચસો કરી દેજે,

ચ્હા તૈયાર હોય તો મને આપી દેજે,


આ અમારું કાઠિયાવાડ, સહુ જાણી લેશે,

ગાંઠિયા અમારા કુળદેવ ને, ફાફડાથી મોજ કરીએ,


વેચવું પડે ખેતર તો અમે વેચી દઈએ,

ફાફડા વગર તો અમે ક્યારેય જીવી ના શકીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy