STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

ચમચો ન થા

ચમચો ન થા

1 min
453

થાજે તું બધું પણ ચમચો ન થા,

હવામહેલ ચણ ચમચો ન થા,


કામ મળે ન બીજું કર ન ચિંતા,

ભલે કૂતરાં ગણ ચમચો ન થા,


તું નરબંકો તું વીર બહાદુર,

ભલે ઉંદર હણ ચમચો ન થા,


કાંદા ખાઈ ભલે આંખે રાખ આંસુ,

મનમાં રાખ રણ ચમચો ન થા,


‘સાગર’ બાફ્યું ઉતાવળે બલાએ,

એ, છક્કા જેવા જણ ચમચો ન થા.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy