STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

કરે છે

કરે છે

1 min
554

વાંદરા જેવા અટકચાળા કરે છે !

પાણી વહી ગયું ને તું પાળા કરે છે !


પરોપકારી આટલો થયો ક્યારથી ?

પેટને બાળીને અજવાળાં કરે છે !


લલનાની સામે જોતો ટીકીટીકીને,

પછી હનુમાને જઈ માળા કરે છે !


શાંત રહેવાનું નથી ગળથૂથીમાં,

પાણીમાં કાંકરાથી કૂંડાળા કરે છે !


‘સાગર’ ચેતીને ડગલાં ભરજે તું,

બલાઓ ઝટ મુખ રૂપાળાં કરે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Comedy