કચરાના ભાવે
કચરાના ભાવે
માનવ જિંદગી જોવાય કચરાના ભાવે,
સારા ગુણ પણ ગુણાય કચરાના ભાવે,
રોબોટની શક્તિ ઉપર શ્રધ્ધા વધારે છે,
માનવનું મન ગણાય કચરાના ભાવે,
ચૂંટાયેલા સભ્યનો ભાવ છે લાખો-કરોડો,
ને ગરીબ પ્રજા વેચાય કચરાના ભાવે,
‘ભાઈ’ઓની માંગણી રાખે સર આંખો પર,
મજૂરોનું લોહી ચૂસાય કચરાના ભાવે,
બલા બબડી ‘સાગર’ ધ્યાન રાખી લખવું,
નહિ તો રચના વંચાય કચરાના ભાવે.
