STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

પેટમાં

પેટમાં

1 min
554

સ્વાદની સરકાર ખરડા કરે પેટમાં,

કાપી સુખનાં ઝાડ વગડા કરે પેટમાં,


સમોસું કહે હું વા’લું, પાણીપૂરી કહે હું,

આમ નિત નવા ઝઘડા કરે પેટમાં,


સજાવતા મહેફિલ મરચાં ને ભજિયાં,

નાચી-કૂદીને ખૂબ રાસડા કરે પેટમાં,


ગાંઠિયા-જલેબી છે પાળેલા સાપ સમાન,

ભેગા મળીને બધાં રાફડા કરે પેટમાં,


બલા આવી ‘સાગર’ હાથમાં લઈને ધોકો,

કેમ તું આ બધાંને તગડા કરે પેટમાં ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy