STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

4  

'Sagar' Ramolia

Comedy

તો જલ્સા થાય

તો જલ્સા થાય

1 min
648

બનો બેદરકાર તો જલ્સા થાય,

મળે જો સરકાર તો જલ્સા થાય,


નથી આશા એક પણ લાગે હાથ,

મળી આવે ચાર તો જલ્સા થાય,


હતી રોમેરોમ આળસ ગૂંથેલ,

ટળે સઘળો ભાર તો જલ્સા થાય,


જઈ સામે મેળવું ક્યાં છે હામ ?

મળે બારોબાર તો જલ્સા થાય,


હલાવે ‘સાગર’ બધે ગપ્પેગપ્પ,

બને એ હથિયાર તો જલ્સા થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy