હાસ્ય
હાસ્ય
હાસ્યનો સોફા બનાવ્યો,
બધાં હાસ્યો આવ્યા રૂપો લઈને,
સ્વાગત કર્યું હાસ્યનું તો મરક મરકયું,
મરક મરક હાસ્યથી બધાં મરકયા,
સોફામાં વિરાજમાન થઈ તૃપ્ત થયા,
મંદ મંદ હાસ્યથી આભાર વ્યક્ત કર્યો,
ફૂલ ગુલાબી ઠંડીમાં હુંફ એકબીજાની,
લાગણીઓના હાસ્યની થઈ લ્હાણી,
વાતોના તડાકાથી થઈ ધમાલ -મસ્તી,
મસ્તીખોર હાસ્યએ કરી વાતો અલકમલકની,
ચા - નાસ્તાના ન્યાયમાં, બારણાં ખખડયા,
ખડખડાટ હાસ્ય પ્રવેશ્યું, કેમ મને મૂકીને એકલા ?
હાસ્યનો દરબાર સજયો, થઈ શેર શાયરીઓ,
મુક્ત હાસ્યથી ગજવ્યો દરબાર, સરોવર છલકયા.
દિલમાં કેટલાં દર્દ છુપાવીને કૃત્રિમ હાસ્યથી હસ્યાં,
નાં ગમ્યુ કોઈને હાસ્ય તો એ ખંધુ પણ હસ્યાં,
જિંદગીની બે ઘડીની મોજમાં હાસ્યને મળે સ્થાન,
ખુશખુશાલ હાસ્યથી બને જિંદગી બેમિસાલ.
હાસ્યનો સોફા બનાવ્યો,
બધાં હાસ્યો આવ્યા રૂપો લઈને,
